આપણે, આપણી પ્રકૃતિ અને આયુર્વેદ. . .
આયુર્વેદિક દવાઓ એ શાસ્ત્રોક રીત છે કુદરતી ઉપચારની. જે સામાન્ય અર્થ કુદરતી ઉપચાર નો, સામાન્ય મનુષ્યની સમાજમાં આવેછે તેજ સાચો અર્થ છે - કુદરતમાં થી પ્રાપ્ય, કુદરતના ભાગ રૂપી આ મનુષ્ય દેહના આરોગ્ય માટેના નિસર્ગના ખોળે પથરાયેલ નૈસર્ગિક ઉપાયો.
આ કુદરતી ઉપચારોને જયારે એક મમતા સભર હ્રિદય નું વેદક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તે "દાદીમાં નું દવાખાનું " બને છે.
દાદીમાં ના દવાખાનામાં એક મમતાસભર દાદીમાં ના જાત અનુભવો અને શાસ્ત્રોક્ત આયુર્વેદનો સપ્રમાણ સમન્વય છે.
શરીરની સામાન્ય તકલીફોમાં એલોપથી થી તુરંત રાહત મેળવી તે આજના સમયની મુખ્ય જરૂરિયાત છે, પરંતુ, યાદ રાખવા જેવી વાત એ છે કે આ એલોપથી ની દવા રોગ ના મૂળને સુધારવા સક્ષમ નથી.
વારમ વાર કે એકસરખા સમયાંતરે એકજ તકલીફનું ઉદ્ભાવવું એ એક સર્વ સામાન્ય પ્રશ્ન છે અને તેનો કાયમી ઊપાય માત્ર ને માત્ર નિસર્ગના ખોળેથીજ મળી શકે.
એકજ મુશ્કેલી માટે ઘણી વાર જુદા જુદા ઉપાયો દર્શાવ્યા છે કારણકે દરેક મનુષ્યની પ્રકૃતિ જુદી જુદી હોયછે અને તેમની આ જુદી જુદી પ્રકૃતિ નો આધાર વાત, પિત્ત અને કફ ની પ્રકૃતિ ઉપર નિર્ભર હોયછે.
આજ રોગ કોના પ્રકોપ થી કે ઉણપ - વાત કે પિત્ત કે કફ - થયોછે તે તેના ઉપાયના આધાર ને નક્કી કરવામાં મહાવતનો ભાગ ભજવે છે.
જેમ કે ઉલટી વાયુને કારણે પણ થાય, પિત્ત ને કારણે પણ થાય ને કફ ને કારણે પણ થાય.